PM મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે, જાપાની પીએમ શિંજો આબે સાથે પણ થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વ્લાદિવોસ્તોક ખાતે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની  બેઠકમાં પીએમ મોદી સામેલ થશે.

PM મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે, જાપાની પીએમ શિંજો આબે સાથે પણ થઈ ચર્ચા

વ્લાદિવોસ્તોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વ્લાદિવોસ્તોક ખાતે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની  બેઠકમાં પીએમ મોદી સામેલ થશે. બેઠક અગાઉ આજે પીએમ મોદીએ જાપાનના પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. એવું કહેવાય છે કે ભારત અને જાપાનના પીએમ વચ્ચે થયેલી વાતચીતમાં 5જી ટેક્નોલોજી, સંરક્ષણ અને વ્યાપાર પર ચર્ચા થઈ. 

Image may contain: 1 person, text

જાપાન ભારતમાં શરૂ થયો 2+2નો ફોર્મ્યુલા
વડાપ્રધાન મોદી અને જાપાની પીએમ શિંજો આબે વચ્ચે થયેલી મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે પીએમ મોદી અને આબે વચ્ચે અનેક મુદ્દે વાત થઈ. જાપાની પીએમ જલદી ભારતની મુલાકાતે આવશે. તેમના પ્રવાસને લઈને પણ વાત થઈ.

બંને નેતાઓ એ વાત પર સહમત થયા છે કે જલદી બંને દેશો વચ્ચે 2+2 મંત્રી લેવલની બેઠક થશે. જેમાં વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સામેલ થશે. 

— ANI (@ANI) September 5, 2019

 પીએમ મોદીએ ઉઠાવ્યો ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો
ત્યારબાદ પીએમ મોદીએ મલેશિયાના રાષ્ટ્રપતિ ડો. મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી.પીએમ મોદીએ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન ઝાકિર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો. બંને દેશો વચ્ચે નક્કી થયું છે કે હવે અધિકારીઓ આ મુદ્દે સતત સંપર્કમાં રહેશે. નોંધનીય છે કે ઝાકિર નાઈકને ભારત પાછા લાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. 

— ANI (@ANI) September 5, 2019

ત્યારપછી પીએમ મોદી મંગોલિયાના રાષ્ટ્રપતિ ખાલ્ત્માગિન બાટુલ્ગા સાથે પણ મુલાકાત કરી. તેઓ તેમની સાથે પણ બેઠક કરવાના છે. 

— ANI (@ANI) September 5, 2019

અત્રે જણાવવાનું કે વ્લાદિવોસ્તોકમાં બુધવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે લગભગ 2 કલાકની મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં ભારત અને રશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થયા છે. બંને દેશ વચ્ચે રોડ અને પરિવહન માર્ગને લઈને કરાર થયો અને સાથે જ સૈન્ય હથિયાર, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે પણ મહત્વના કરાર થયા છે. રશિયાએ કહ્યું કે તે ભારતને સૌથી આધુનિક હથિયાર આપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપતું રહેશે. ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક અગાઉ બંને નેતાઓ વચ્ચે મહત્વના કરાર  થયાં. 

રશિયાના વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધ ખુબજ જુના અને ખુબજ મજબૂત છે. બંને દેશોની વચ્ચે મહત્વની ભાગીદારી છે. વડાપ્રધાન નરેનદ્ર મોદી બે દિવસના રશિયા પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ પુતિનની સાથે પીએમ મોદીએ બે કલાક સુધી ચર્ચા કરી હતી. તે દરમિયાન ઉર્જા રક્ષાના ક્ષેત્રમાં કેટલાક કરાર થયા. વડાપ્રધાને કહ્યું કે, આજે પુતિનની સાથે મુલાકાત ખુબજ અગત્યની રહી છે.

જુઓ LIVE TV

આ બાજુ વ્લાદિમિર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે બંને દેશના નેતા સતત એકબીજાના સંપર્કમાં રહે છે. બંને દેશ વચ્ચે સમુદ્રી માર્ગ વિકાસ ઉપર પણ કરાર થયો છે. કુડનકુલમ પરમાણુ પ્લાન્ટનું ત્રીજુ યુનિટ જલદી શરૂ થશે. તેની જાહેરાત કરાઈ છે. પુતિને કહ્યું કે ભારત સાથે આર્થિક રીતે અને વ્યુહાત્મક સંબંધ વધુ મજબુત કરવાના છે. 

આજનો કાર્યક્રમ 

6:00 AM – 6:30 AM : જાપાનના પીએમ શિંજો આબે સાથે બેઠક 
6:45 AM – 7:15 AM : મલેશિયાના રાષ્ટ્રપતિ ડો. મહાતિર મોહમ્મદ સાથે બેઠક
7.30 AM - મંગોલિયાના રાષ્ટ્રપતિ ખાલ્ત્માગિન બાટુલ્ગા સાથે બેઠક
9:30 AM   : ભારતીય બિઝનેસ પેવેલિયનની મુલાકાત
11:30 AM   : 5માં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં સામેલ
3:00 PM   : ફેટિસોવ એરિનામાં જૂડો ટુર્નામેન્ટની મુલાકાત
4:30 PM   : ભારત પાછા ફરશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news